હા રે! અમાવસની રાત ઘણી કાઠી છે
આ ચાંદના દીદાર વગર જાન હાંફી છે
કેમ રોકી શકે શ્વાસ મારા તને કઉ ?
છોડી દઉં દીદાર તારા તોય કાફી છે
લાગી રહ્યો તાપ રાતના અંધારે પણ
બસ કરવી ચહેરાની અમારે ઝાંખી છે
વાત ભલે હોય શકે એક રાતની તોય
આદત અમારી અમે વર્ષોની રાખી છે
જાણ એને પણ અમારી દીવાનગીની
એટલે તો વખતે વખતે ભાવ ખાતી છે
પણ "પિયુષ"નો ખેલ કઈ કાચો નથી
અમે પણ અમારી આદત આપી છે
-પિયુષ કુંડલીયા