"કોણ"
ફેફસાં ની વચ્ચે આવેલા નાજુક હૃદય માં
લાગણીઓનો ભાર કોણ મૂકી ગયું હશે??
અતિ સુંદર એવી આંખો માં ,
અશ્નુ ની ખારાશ કોણ મૂકી ગયું હશે???
બે હોઠના સમન્વય થી બનતી મુસ્કાન માં,
આત્મીયતાનો અહેસાસ કોણ મૂકી ગયું હશે??
ભમરો ની મિત્રતા થી બનતી કરચલી માં,
મૂંઝવણ નો ભાવ કોણ મૂકી ગયું હશે??
કંઠ માંથી ઊત્પન થતા ધ્વનિ માં,
શબ્દ રૂપી મીઠાશ કોણ મૂકી ગયું હશે??
લાખો nervous થી બનતા દીમાગ માં ,
ખાટી મીઠી સ્મૃતિઓ કોણ મૂકી ગયું હશે??
પાંચ અલગ-અલગ આંગળી થી બનતી મુઠી માં,
હિમ્મત રૂપી જોશ કોણ મૂકી ગયું હશે??
સુતેલા માનવી ના વિચારમાં,
સ્વપ્ન રૂપી દુનિયા કોણ મૂકી ગયું હશે???!