🍁પૂછજે ને હાલ ક્યારેક તારી કોઈ ફુરસતે
થશે મોકળું મન ને હૃદય પણ ખાલી કરીશું
કહેવું છે મારેય ઘણું પહેલ તું ય કરજે આ વખતે
નીરખી એકબીજા ને આંખો નાં દરિયા ખાલી કરીશું
સાચ્ચું કહેજે હો, કેટલું ઝૂર્યો તું ય વખત જતે
તું ય સાંભળજે મને ફરિયાદોનો ચોપડો ખાલી કરીશું
ખબર છે! ઘણાંય કાંટાઓ છે પ્રણય નાં રસ્તે
આપજે સાથ, નેહનાં બિછાવી ગુલાબ કાંટાળો રાહ ખાલી કરીશું
એય સાંભળ ને, સતાવે છે તારી અઢળક યાદોં અડધી રાતે
ચૂમજે ને ગાલ અચાનક આવી ને રાતો ને એમજ ખાલી કરીશું
પૂછજે ને હાલ ક્યારેક તારી કોઈ ફુરસતે
થશે મોકળું મન ને હૃદય પણ ખાલી કરીશું🍁
© Falguni Shah