કોઈ ની વાતો ને વહેતી કરાય નહી ,
ગણગણ કરતા ભમરા ને કીધું કે દૂર જા ,
કળીઓ ના કાળજા માં પંચમ નો સુર થા .
ફોરમ ના ફળીયા માં ફોગટ કરાય નહી ,
હળવે થી હૈયા ને હલકું કરાય નહી.
કુંજ કુંજે કોયલડી શીદ ને ટહુંકતી હતી .
જીવન વસંત ભરી જોબનિએ ઝૂકતી હતી ,
પાગલ ની પ્રીત કાંઈ અમથી કરાય નહી,
હળવે થી હૈયા ને હલકું કરાય નહી .
પાગલ ની આગળ અંતર શા માટે ખોલવું ?
બોલ્યું પણ બોલાય નહી એવું હું શું બોલું?
ઘેલા ની ઘેલછા થી ઘેલા ધરાય નહી ,
હળવે થી હૈયા ને હલકું કરાય નહી..
- Honey Lakhlani