અત્યારે ટીવી9 ન્યૂઝ જોતા જાણવા મળ્યું કે કોરોના થી થતાં ટોટલ કેસો માં મોત ભારત માં સહુ થી ઓછા છે....બીજા મુખ્ય વિકસિત દેશો પણ આપના થી આગળ છે....આપની સરકાર ની મહેનત અને જાગૃતિ એ એમાં ખુબજ મહત્વ ની ભાગ ભજવ્યો છે....
તો આપની પણ ફરજ બને છે કે આપની જ સુરક્ષા માટે આપને નીચે માં પગલાં લઈ એ અને દેશ ને સહકાર આપીએ.
- એકદમ અગત્યના નું જ કામ હોય તો જ અને તો જ બહાર નીકળીએ,જ્યારે પણ નીકળીએ ત્યારે ફરજિયાત ચહેરા પર માસ્ક અને હાથ પર રબ્બર ના મોજા પહેરીને જ નીકળીએ.ઘરે આવીને વ્યવસ્થિત સાબુ થી હાથ સાફ કરીએ. હેન્ડ સનીટાઈઝર સાથે જ રાખીએ.
- ક્યાંય પણ બહાર જઈને,કોઈ ને પણ મળ્યા પછી,કોઈ પણ બહાર થી વસ્તુ કે સમાન લીધા મૂક્યા પછી ઘર માં આવીને સાબુ થી ઘસીને હાથ સાફ કરીએ.
- કામ વિના ગપ્પાં કરવા,ચક્કર મારવા,કોઈ રોડ પર છે કે નહિ એ જોવા,ખોટે ખોટું જોર બતાડવા ઘર બહાર ના નીકળીએ....પછી જો માર ખાવો પડે તો નહિ મજા આવે.
- એવા ખોટા વહેમ માં બિલકુલ ના રહીએ કે મને તો કોરોના થાય જ નહિ,એ કોઈ ને પણ થઈ સકે છે,ક્યાંય પણ થઈ સકે છે,ક્યારેય પણ થઈ સકે છે.....ખોટી હવા કરવાથી તમે પોતે પણ હેરાન થશો અને કુટુંબ ને પણ કરશો..... ડાહ્યા થઈને સરકાર કહે છે એ માનો....
- રોજ બ રોજ ની એકદમ જરૂરી વસ્તુઓ કેમ કે દૂધ,શાકભાજી,કરિયાણું એ ૧-૨ દિવસે જઈને ઘર નું એક જ માણસ લઇ આવે...એ પણ પૂરી સાવચેતી સાથે....અને ઘર માં બહુ વધારે વસ્તુ ઓ નો ભરાવો ના કરવો,કેમ એ દરરોજ મલી જ રહેવાની છે....
- બહાર થી આવતા લોકો ને મળવાનું ટાળી એ,મળવું જ પડે એમ હોય તો હાથ ના મિલાવવા,૨ ફૂટ નું અંતર રાખવું,હાથ અને ઘર ને સાફ કરવું.
- હિંમત રાખવી,ચિંતાગ્રસ્ત ના બનવું,ઘરના ને પણ હિંમત આપો, હકારાત્મતા રાખો,સારું વાંચન,સંગીત સાંભળવું,પ્રાથના કરવી,બાળકો સાથે રમવું,નવું નવું શીખવું,ફિલ્મો જોવી,થાય એટલું ગરીબો અને જરૂરિયાત મંદ ને મદદરૂપ થવું.
- ખોટા,ડર લાગે એવા,પાયા વિનાનાં,સરકારી રીતે જાહેર ના થાય હોય એવા મેસેજ,સંદેશા ઓ,ફોટાઓ,વિડિયો વગેરે જેને અફવાઓ ગણાય છે એ ભૂલ થી પણ શેર ના કરવા....કાયદાકીય કાર્યવાહી પણ થઈ સકે છે....
- ભગવાન નો અને સરકાર નો આભાર માનવો કે તમે સલામત છો,ઘર માં ઘરના ઓ સાથે છો,વીજળી છે,ખાવા પીવા નું છે,પાણી છે, ઇન્ટરનેટ પણ છે.....હવે કોઈ પણ ફરિયાદ નહિ કરવાની અને શાંતિ થી રહેવાનું જ છે.....ઘણા લોકો બિચારા રોડ પર છે ઘરે પણ પોચ્યા નથી...ઘણા જોખમી પરિસ્થિતિ માં રાત દિવસ સતત કામ કરી રહ્યા છે....એમના કુટુંબ નું સુ થયું હશે ????...એમની સલામતી નું સુ ????..વિચારો......જો ઘર માં રહી ને જ મદદ થતી હોય તો એટલું તો કરો....કોના માટે છે ????? આપણા માટે જ ને ???
આવો સહુ સાથે મળીને કોરોના સાથે લડીએ,સરકાર બનતી બધી જ ને મદદ કરીએ ને જલ્દી જ આ સંકટ માં થી બહાર આવી....