કોને માટે શણગાર સજું જે જોનાર મારા "એ" નથી!
કોને માટે રાંધુ વિધ વિધ ભોજન જમનાર મારા "એ" નથી.
કોને માટે ગાઉં પ્રેમગીત સાંભળનાર મારા એ નથી.
કોને માટે રમું ઢોલને તાલ રમતી જોનાર મારા "એ" નથી.
દેશના સીમાડા તમારે લીધે સુરક્ષિત છે હું અસુરક્ષિત પ્રિયે !
દેશના દુશ્મન હંફાવનાર પરંતુ મારાં આંસુ લુછનાર "એ" નથી.
વિવાહને માંડવે હાથ પકડી બેઠા હતા મારી લગોલગ !
રડી પડી લગનને માંડવે હું નવોઢા એકલી મારી સાથે "એ" નથી
(પ્રત્યેક જવાનની પત્નીની વેદના)
- वात्सल्य