Quotes by Mahendra Sharma in Bitesapp read free

Mahendra Sharma

Mahendra Sharma Matrubharti Verified

@mahendra
(1.4k)

30 નવેમ્બરથી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024 નો થશે શુભારંભ...
પાલડી અથવા અશ્રમરોડથી અટલ બ્રિજ બાજુ જવાના રસ્તે.
રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, અમદાવાદ.

મળીએ પ્રિય પુસ્તકોના વિશ્વમાં.

Read More

આ વિશ્વને સહાયકોની જરૂર છે
કમનસીબે અહી સુધારક વધુ છે
- Mahendra Sharma

તમે બોલો તો સાંભળનાર જોઈએ
તમે પહેરો કંઇક તો જોનાર જોઈએ
તમે છો એ ખરાઈ કરવા પણ
કોક સામે તો લોક સાથે જોઈએ

- Mahendra Sharma

Read More

ભારતમાં રહેવાથી એક વાત નક્કી છે

અહીં સામાન્ય આવક વાળા એટલે ૨૫-૫૦ હજાર મહિને કમાનાર માણસના ઘરે ડોમેસ્ટિક હેલ્પ એટલે કામ વાળા બેન કે ભાઈ હોય જે ઝાડુપોતા કરે, વાસણ ઘસી આપે અને એ પણ મહિને એક કામ માટે રૂ ૧૦૦૦ થી પણ ઓછા ભાવે.

હજી સ્ત્રી પુરુષ બંને કમાય અને મહિને આવક ૧ લાખ કે તેથી વધુ હોય તો એક ટાઈમનું જમવા બનાવવા માટે રસોઈયો મળી જાય અને હજી ૨ લાખ મહિને આવક હોય તો બન્ને ટાઇમ રસોઈયો પોસાય. આ રસોઈયો ૩-૫ હજાર મહિને એક ટાઇમ જમવાનું બનાવવા માટે લેતા હોય છે. બે ટાઇમ માટે ૧૦ હજારથી ઓછામાં મળી જાય.

માસિક આવક ૩ લાખ કે તેથી વધુ હોય તો લોકો ડ્રાઈવર પણ રાખે છે કે જે મહિને ૧૨-૧૮ હજારમાં મળતા હોય છે. બંગલા વાળા માળી રાખે અને બહેનો છોકરાઓ સાચવવા દીદી કે બા રાખે.

આ સાહેબી છે એને આળસ કે કામચોરી નથી કહેવાતી, અહીં વધુ કમાઓ, સાહેબી ભોગવો એવી પ્રથા છે, વર્ષોથી, સદીઓથી.

આવી સાહેબી બીજા દેશોમાં સારી એવી આવક હોવા છતાં મળતી નથી.

Read More

વાત ભૂલ ભૂલૈયા ૩ અને સિંઘમ એગેન ની, કોણ જીત્યું?

બન્ને ફિલ્મો લગભગ ૨૦૦+ કરોડ રૂપિયાનો ધંધો કરીને દિવાળી ઉજવી રહી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે કોણ જીત્યું કોણ હાર્યું?

જોકે દિવાળી ની રજાઓમાં આ વખતે ૮૨ લાખ ટિકિટો વેચાઈ એવા અહેવાલ છે. એટલે ખૂબ મોટા વર્ગને સિનેમા સુધી લઈ જવાની જહેમત સફળ થઈ કહેવાય. સારો ધંધો બન્ને કરી રહી છે એ સ્પષ્ટ દેખાય છે.

અહીં નફો ત્યારે કહેવાય જ્યારે લાગત કરતાં આવક વધુ હોય.

હવે વાત કરીએ બજેટની, ભૂલ ભુલૈયા લગભગ ૧૫૦ કરોડમાં બનેલ ફિલ્મ છે કે જેમાં સ્ટાર કાસ્ટ જ મોંઘી હોવી જોઈએ, છતાં લોકેશન અને ઈફેક્ટ ઉપર ખર્ચ થયો છે. માધુરી અને વિદ્યા બાલન ભલે લોકોને ગમે છે પણ તેઓ હવે બહુ મોંઘી નથી રહી. કાર્તિક મોંઘો થશે એ નક્કી. અહીં આજ દિન સુધી ૨૦૦ કરોડનો ધંધો કરી લેવો એટલે ફિલ્મનો ખર્ચ નીકળી ગયો કહેવાય. હવે જે આવે એ નફો ગણાશે જે ટીવી અને ઓટીટી રાઇટ્સ પરથી તો થઈ જશે અને કદાચ વધુ થશે.

હવે વાત આવે છે સિંઘમ એગેન ની, ૩૫૦ કરોડના ખર્ચે બનેલ ફિલ્મ પણ આજ સુધી ૨૦૦ કરોડનો ધંધો કરી ચુકી છે, એટલે હજી નફો નહીં ખર્ચા કાઢવાની વાત પણ ખૂબ દૂર છે. આવડી મોટી સ્ટાર કાસ્ટ લઈને પણ ફિલ્મ જેટલું જોઈએ એટલું ઉપજી શકી નથી. અહી રોહિત શેટ્ટી લાર્જર દેન લાઇફ જેવું કરવા ગયા છે અને ક્યાંક કાચા પડ્યા લાગે છે. મોટા નામ મોટું કામ કરી શક્યા નથી. ફિલ્મ ટીવી અને ઓટીટી પર કમાઈ આપશે પણ બહુ મોટો નફો નહીં કરી શકે.

તમને શું લાગે છે?

Read More

मातृभारती परिवार की तरफ से दीपावली की ढेरों शुभकामनाएं।
#Diwali #Dipawali

लक्ष्मी का वास हो 
गणेश का साथ हो
 
बर्फ़ी की मिठास हो 
दीपों का प्रकाश हो 

मुश्किलें दूर हों 
रास्ते साफ हों 

खुशी बेशुमार हो 
अपनों का साथ हो 

स्वस्थ परिवार हो 
शांति बरकरार हो 

दीपावली शुभ हो 
आपको बधाई हो

Read More
epost thumb

પોસાય એ કરવું અને નહીં પોસાય એ પણ કરવું
એમાં જે વહી જાય છે એ સમય છે.
સમય વહી ગયા પછી ખબર પડે કે
પોસાય ત્યાં સુધી અટકી જવું જોઈતું હતું.
- મહેન્દ્ર શર્મા

Read More

લક્ષ્મી ચંચળ છે
બીજાનું વિચારો તો
લક્ષ્મી તમને છોડીને
બીજાને ત્યાં જતી રહેશે
ફકત તમારું વિચારતા રહેશો
તો લક્ષ્મી તમને છોડીને નહીં જાય.

જેટલા લોકોને ત્યાં લક્ષ્મી ટકી છે
એટલા લોકોમાં મેં સ્વકેન્દ્રી પણું જોયું છે
તેઓ પોતાનું પહેલાં બીજાનું પછી વિચારે છે
એટલે લક્ષ્મી જોઈએ તો સ્વકેન્દ્રી બનતા શીખો
અને સરસ્વતી જોઈએ તો પરોપકારી બનવું પડશે

નિર્ણય તમારો, લક્ષ્મી કે સરસ્વતી, એક સાથે બન્ને નથી બેસતા.

Read More

તમે ગમે એટલા મહાન વિચારો ધરાવો
અશાંત ને શાંત અને દુનિયાને માર્ગ બતાવો

પણ જો તમે પૈસાદાર કે મોભાદાર નથી તો
વિચારોને કોઈ સાંભળનાર પણ નહીં મળે

Read More