કોરોના....
આજે વિશ્વ વિખ્યાત બની ગયો છે આ શબ્દ "કોરોના". દરેક નાના કે મોટા બધા ના ચર્ચા નો વિષય બની ગયો છે. છતાં જેટલી ગંભીરતા થી ચર્ચા થાય છે તેટલી ગંભીરતાથી અનુસરણ નથી થતું. તે ખૂબ દુઃખજનક કહેવાય. આજે કેટલા કર્મચારીઓ પોતાના કુટુંબનું જ ના વિચારતા લોકો ની સેવા કરે છે. આપણાં માના ઘણાં તો સેવા કરનાર કર્મચારી ને સાથ આપવા ની જગ્યાએ તેમની જોડે દલીલ કરવી, ઝગડવું, તેઓ વિશે ગમેતેમ બોલવું તેમાં મોખરે રહે છે....શું આ બરાબર છે ? દુનિયાભરમાં આ વ્યાપેલું છે. તેથી બધેથી સાવચેતીના પગલાં માટે સૂચનો આવે છે જ.તો તેની શુ ગંભીરતા છે તેનો ખ્યાલ આવવો જ જોઈએ. માટે મારુ મંતવ્ય પણ એ જ છે કે આપણે બધા એ સાથે મળીને આ આફત ને ટાળવા જે કર્મવીરો સેવા કરે છે તેને સાથ આપવો જ જોઈએ. આડકતરી રીતે તો એ મદદ આપણાં કુટુંબ ને મળે છે.