મિત્રો...
આજે વિશ્વ વન દિવસે સર્વ ને મારી ભાવપૂર્વક શુભેચ્છાઓ..
એક કવિતા અર્પણ કરું છું.
જો હું વન હોઉં તો...
બેઠા બેઠા એક વિચાર આવ્યો ..'જો હું વન હોઉં તો.'.😊
મારા 'ઘટાદાર 'વૃક્ષો નો છાયે બેઠે 'જીવ' વન્યપ્રાણીઓ..
ચકલી, મોર, પોપટ, જેવા પક્ષીઓ 'નિત્ય' કરે સુંદર માળો..
ઠંડક આપે મારા શીતળ પવનો, ને આપે ' પ્રાણવાયુ ' સારો..
હરણો, સાબર ,વાઘ ,ચિત્તો, ઘુમે વનમાં મજાનો..
મારા સાગ ને સિસમ ના લાકડા કાપે ભલે ' કઠીયારો '..
તોય હું એને ' આશિષ ' આપું., આખરે એ બાળક તો મારો..
મારા ઊંચા તાડ સમાં જે વૃક્ષો લાવે ' વરસાદ ' સારો..
માનવ સહિત 'જીવ - શ્રુષ્ટિ ' નો એથી આનંદ અતિ ન્યારો...
વહેતા ખળખળ ' ઝરણાં ' મુજ , સુંદરતા નો આરો..
પીવે જળ મજાનું હોંશે ' અબોલ જીવ' જોઈ નદી કિનારો..
ખુલ્લા આકાશની આછેરી ચાદર, જાણે આસમાની ' 'અસવારો '..
નિર્ભય થયીને વિહરે ' ખગ 'જ્યાં છોડીને માળો રૂપાળો..
ભાવના (ભાવુ ) જાદવ