જ્યારે તમે કોઈવ્યક્તિને ખરાં દિલથી અપનાવી લો..કોઈ એકવ્યક્તિ સાથે જીવનભરનો સંબંધ વિતાવવાનું નક્કી કરી લો ત્યારે તમારે એ એક જ વ્યક્તિ માટે પોતાનો ઈગો, સેલ્ફ રિસ્પેક્ટ, એટયુટ્યુડ બાજુ પર મૂકવું જ પડે. કારણ કે જો તમે એ પ્રિય વ્યક્તિ સાથે પણ એ બધું સાથે લઈને ચાલશો સંબંધ ટકશે જરૂર પણ એમાં મતભેદો ચોક્કસ થવાના. થોડા થોડા સમયે પ્રેમની ઉણપ વર્તાશે. ક્યાંક ને ક્યાંક એવું થવા લાગશે કે ખોટા વ્યક્તિની પસંદગી થઈ ગઈ. સામેની વ્યક્તિ પણ એમ જ માનશે કે પહેલા કરતાં અત્યારે મારુ પાર્ટનર બદલાઈ ગયું. પણ એ વ્યક્તિ બદલાતું નથી. બધું એની અંદર જ પડેલું હોય છે. બસ શરૂઆતના તબક્કામાં એ બહાર નથી લાવતું. પણ જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની નજીક રહેવા લાગે ત્યારે એની ખૂબીઓની સાથે એની ખામીઓ પણ ઉજાગર થવા લાગે છે. અને પછી શરૂ થાય છે મતભેદો. માટે જો સંબંધને લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય, પ્રેમને જીવંત રાખવો હોય તો એક જ વ્યક્તિ માટે પોતાના અહમને બાજુ પર રાખી નિઃસ્વાર્થ પણે એ સંબંધમાં જીવી લેવું.
#કેપ્ટન @શ્યામ
#સંબંધ