સંબંધો ના સથવારે ભવસાગર પાર કરવો છે
તારી સાથે ચાલિ મારે પ્રેમસાગર પાર કરવો છે.
.
વર્ષોથી સળવળી રહ્યું છે આ દિલમાં કંઇક,
આજ આ દિલનો ફણગો સ્ફુરિત કરવો છે.
.
આ દિલમાં ક્યારીઓ કરી લાગણીનું ખાતર નાખી,
પ્રેમના એક નાનકડા રોપનો ઉછેર કરવો છે.
.
તા. 21/03/2020 -© ભરત રબારી
વાર : શનિવાર (માંગરોળ,જી. જુનાગઢ)
#સંબંધ