" હોલી આઈ રે "
કેસુડો લહેરાયો રે,હોલી આઈ રે.
રંગ કસુંબલ લાયો રે ,હોલી આઈ રે.
માનવ મન મલકાયો રે, હોલી આઈ રે.
ડાળે ડાળે ડોલ્યો ,ફૂલે ફૂલે ફોર્યો ,
લાલ,પીળા ફૂલો થી ફાલ્યો રે, આ હોલી આઈ.
જીવન, તન,ધન લૂંટી લેવા,
યૌવન હૈયે ઘૂંટાયો રે આ હોલી આઈ.
નીલો,પીળો, લીલો,કેસરી,
રંગ અનેરો છાયો રે , આ હોલી આઈ.
ઉર્મિ ઓના મોજા ઉછળ્યા ,
પ્રેમ ના પૂર રેલાયા રે, આ હોલી આઈ.
આકાશી વાયરો વાયો રે ,
સપ્તરંગી બાદલ છાયો રે આ હોલી આઈ.
પગલે પગલે કુમ કુમ છાન્ટી,
"ગીતા"કવિતા માં છલકાયો રે, આ હોલી આઈ.