એક વાર “આંખો” મીલાવીતો જુઓ,
મને “નજર” બનતા વાર નહિ લાગે..
એક વાર “દિલ” થી સાંભળી તો જુઓ,
મને “ધબકારા” બનતા વાર નહિ લાગે..
એક વાર “વાદળ” બની તો જુઓ,
મને “વરસતા”વાર નહિ લાગે..
એક વાર “યાદ” કરી તો જુઓ,
મને “તસવીર” બનતા વાર નહિ લાગે..
એક વાર “શબ્દ” બની તો જુઓ,
મને “ગઝલ” બનતા વાર નહિ લાગે..
એક વાર બીજા “જન્મ” માં મળશું એવું કહી તો જુઓ,
“સાથી” મને “મરતા” પણ વાર નહિ લાગે..!!