ઉગમણે આભમાં કેસરિયો રંગ
મંદિરમાં આરતી નો કેવો સંગમ!
આછેરા વાદળોનો આછેરો રંગ,
મનમાં ભરે એ અનેરો ઉમંગ!
ઉગમણે આભમાં.........
પૂર્વે પશ્ચિમેથી નીકળેવિમાન,
જાણે વાદળે લીંપેલા ગગનમાં,
આવીને એ કેવી કેડી રે પાડે!
ઉગમણે આભમાં......
ઉડે પંખીઓ ઊંચા આકાશે,
ઉગતા સુરજ ને એ કેવો વધાવે!
આવી સૂરજને સૌને જગાવે,
ઉગમણે આભમાં રૂડા રંગો રેલાવે!
ઉગમણે આભમાં.........
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર