ઊંચું ઊંચું આભલું ને,
પંખી પિંજરે કેદ!
પાંખો પર વિશ્વાસ ઘણોને,
પંખી પિંજરે કેદ!
ઉડવા અસીમિત આકાશને,
પંખી પિંજરે કેદ!
ઉડવું ઊંચે આભલે ને,
પંખી પિંજરે કેદ!
ખોલો પીંજરુ ખોલો પીંજરુ,
ઊડવું છે ઊંચે આભલે!
પાંખો પર વિશ્વાસ પુરો છે,
ઊડવું છે ઊંચે આભલે!
ફેલાવી છે પાંખો મારી,
ઊડવું છે ઊંચે આભલે!
ઊડવું છે ઊંચે આભલે,
પણ પંખી પિંજરે કેદ!
દર્શના
#સ્વતંત્રતા