થપ્પડ
આજે હોસ્પિટલમાં "આઇ સી યુ" રૂમમાં એક યુવાન છોકરા નો બાપ વેન્ટિલેટર પર મૃત્યુ માટે ઝંખના કરી રહયો હતો.
તે દીકરો નાનો હતો ત્યારે ફળિયામાં બાજુ માં જ રહેતા એક ભાઈએ ચપટી ધૂળ ઉડાડવાની બાબતે એક હલકી થપ્પડ મારી હતી, તે રડતો રડતો ઘરે આવેલો અને પછી તેના પિતાએ તે ભાઈ ને એ થપ્પડ નો હિસાબ વ્યાજ સહિત ચુકવ્યો હતો.
આજે એ જ યુવાન થયેલા રખડું દીકરાને તેના પિતાએ ત્રણ ચાર મિત્રો સામે તેની ભુલ માટે થોડો ઠપકો જ આપ્યો બસ તેને લાગી આવ્યું અને ગુસ્સે ભરાઈ ને થપ્પડ મારવા હાથ ઉગામ્યો.
તે "થપ્પડ ગાલે તો ના લાગી પણ હા હૈયે તેની ઝાઝી અસર થઈ".