આ "પથ્થર" ની જીંદગી કેવી અજીબોગરીબ છે,
વ્યક્તિ-વ્યકિત એ મનનાં વિચારો વ્યક્ત કરે છે.
કોઈએ ઉઠાવી મારી, પ્રહાર સાથે ઘા કર્યો છે.
કોઈ ઘા કરીને દેશ સાથે જ સ્વયં ને બરબાદ કરે છે
કોઈ મૃદુ હૈયું પાસણ ઉઠાવી સ્નેહ સાથે તાજમહલ નું નિર્માણ કરે છે.
કોઈ કરી ઉપયોગ તે જ શિલાનો શિવલિંગ નું સર્જન કરે છે.