વ્યાપક અંધારું છે આ જીવનમાં
કે.....આશારૂપી ઉજાસ ક્ષિતિજેય નથી દેખાતો.
ઘનઘોર વાદળો એવાં તે ઘેરાયા
કે.....મથે ઉજાસ આવવાં, દુર કરવાં અંધારું,
પણ સમયરૂપી આ કાળ ઘેરાવમાં
નસીબનાં દરવાજામાં નાની સરખી તિરાડેય નથી દેખાતી
કે.....
રખેને ત્યાંથી કોઇ ઉજાસ રેલાય જાય.
અને આ ઘનઘોર અંધારું દુર થાય.