જમ સાથે યુદ્ધ
ગોલીડા ગામને પાદર એક દિવસ પંદર વીસ બુઢાયાવ ભાભલાવનો ડાયરો બેઠો છે ઘોળા બગલાની પાંખ જેવા કપડા પહેર્યા છે પગને આટીયે ચડાવીને પનીયાને કેડેથી ગોઠણે આટી ચડાવી પનીયાને ટેકે ટેકે બેઠા બેઠા એક બીજા વાતુએ વળગીયા છે , સામસામી હોકાની ને ચલમની ઘુંટ મારે છે પીપળાના ઝાડ નીચે ગારાથી લીધેલો ફાસ્ટકલાસ ઓટો છે ને ઓટા માથે કયાય માણસ સમાતા નથી. એક જણો ખુણામાં બેઠો બેઠો આ બધી વાતો સાંભળે છે આવી વિરતાની વાતો સાંભળતા સાંભળતા એની ચલમ માથી ધુવાડાને બદલે તાપ થવા માંડયો છે ને ખોખારો ખાઈને બોલી ઉઠ્યો એ ભાઈ તમે બધાયે તો રાજા રજવાડાના યુદ્ધની જ વાતો સાંભળી છે ને તેમે જમના દુત સાથે માણસે યુદ્ધ