શ્વાસ ના સીમાડા માં, તું ના બાધીશ,
આશાન તૃષ્ણામાં, જીવ ના બાધીશ;
વ્યર્થ વલખાં મારે છે યોગ અજ્ઞાનમાં,
જ્ઞાનના અહંકારમાં, જીવ ના બાધીશ;
વલોવાઇ શાને કાજે , લાગણી મેળો,
મમત્વ આસક્તિમાં ,જીવ ના બાધીશ;
કર્મ સહજ પ્રકૃતિ માં, અકર્મણયતા ,
હું કરું કર્તાભાવ માં, જીવ ના બાધીશ;
આનંદ છે અનુભૂતિમાં સમાહિત ચિત્ત,
દુઃખ દર્દની દુનિયાદારી,જીવ ના બાધીશ;