સ્પર્શ
એય, એક વાત કહુ.!
તારો સ્પર્શ મને બહુ ગમે છે.
જાણે ખીલેલાં ગુલાબને,
ઝાકળના આહલાદક બિંદુઓનો,
સોનેરી સમન્વય સમું,
એ ખીલવું મને ગમે છે.
સેંકડો વાદળોને ભેદીને,
ધરતી ભણી દોટ મૂકતા મેહુલાથી,
આતુર, તૃપ્તમય સમું,
એ ભીંજાવું મને ગમે છે.
વહેતા ઝરણાનાં વ્હેણમાં,
કાન્હાને નિહાળતી રાધાની,
તાદ્રશ્ય, નયનરમ્ય સમું,
એ નિખરવુ મને ગમે છે.
મધુરરજની વેળાએ,
ગજરામાં ગૂંથાયેલ મોગરાથી,
રોચક, સુગંધમય સમું,
એ પ્રસરવુ મને ગમે છે.
એય, એક વાત કહુ.!
તારો સ્પર્શ મને બહુ ગમે છે.
@ મેહૂલ ઓઝા