પર્વતો પડી ગયા ખીણમાં, જવાળાઓ ઠરી મીણમાં,
ઉંચાઈ ઓ પહૉંચી એ હીણમાં, જીવન વહ્યુ જાય ઍક ઋણમાં…
હસ્તી દીકરી તરસે આ દુનિયા ને, નંદવાય જાય કાયા ભૃણ માં,
જોવા મા ની આંખો તરસી, દીકરો ખોયો કાશ્મીર ની ખીણમાં,
તરત ઉગે આંખો માં આસું, મન તૂટતું જાય શરીર ક્ષીણ માં,
ઘરઘરમાં કંઈક ઘાયલ પડયાં છે, મનોબળ ના જડે કોઈ ગૃહીણીમાં,
પડે ગમે તેટલો ભલે ને દુકાળ, ખેડવાનો છે દમ હળની અણીમાં
હાર માનૅ ના જગનો તાત કદી, સરકાર ના દે જીવન લાણીમાં…
-વિપુલ કૅ. ભટ્ટ, ભુજ