દેશમાં જયારે નોટબંધી થઇ ત્યારે બ્લેક મની રાખનારા ચિંતામાં પડી ગયા હતા..ઘણા લોકો પાસે લાખ્ખો કરોડો રુપિયા બેહિસાબી હતા ઘણા લોકોની નીંદ હરામ થઇ ગઇ હતી..બેંકો પણ જુની નોટો બદલવાની કોઇ એક લીમીટ રાખેલી હતી..માટે ઘણા લોકોએ નજીકના સગાંવહાલાંને બેંકમાં બદલાવા આપી દીધા હતા...બદલવાની તારીખ સમાપ્ત થઇ ગઇ છતાય લોકો પાસે જુની નોટોના ઢગ પડયા હતા...પણ હવે પછી શું કરવું!
તે લોકોને સમજ પડતી ના હતી!
ઘણા લોકોએ એક સાથે ઢગલો કરીને બાળી નાખી હતી...તો ઘણા લોકો તલાવ કે નહેરોમાં થેલા ભરીને પાણીમાં નાખતા હતા...
કારણકે બંધ થયેલ નોટોની કોઇ કિંમત રહેતી નથી ફકત ને ફકત રંગીન કાગળ જ હોયછે. કારણકે તેની કિંમત માર્કેટમાં હોતી નથી!
હમણાં બે દિવસ ઉપર કોઇએ તેર લાખની જુની નોટો અમદાવાદ સાબરમતી નદીમાં પધરાવી હતી...
તેર લાખ...અધધધ...પણ હવે તો તે ખાલી કાગળના રંગીન ટુકડા કહેવાય.