વાત એક વિસરાઈ ગયેલ વીર ની .....
મેં આની પહેલા મારી એક પોસ્ટ માં ભોપાલ ગેસ કાંડ સમયે પોતાની અને પોતાના પરિવાર નું બલીદાન આપનાર ગુલામ દસ્તગીર વિશે વાત કરેલ આજે એવા જ એક વીર ભારતીય વિશે વાત કરવા નો છું,જે આ દુનિયા ની ગુમનામી માં ખોવાય ગયા.
એ વીર નું નામ છે ........રૂપીન કટયાલ
વાત છે ૨૪/૧૨/૧૯૯૯ શુક્રવાર ની ઇન્દિરા ગાંધી નેશનલ એરપોર્ટ પર થી ઇન્ડિયન ઐર લાઈન્સ ની ફ્લાઈટ ic 814 એ ઉડાન ભરી અને ત્રિભુવન ઇન્ટરનેશનલ એરર્પોર્ટ કાઠમંડુ નેપાળ ઉપર થી ઉડાન ભરતી વખતે આકાશ માં જ 5 હાઇજેકર દ્વારા એ પ્લેન ને હાઇજેક કરી લેવા માં આવ્યું,જેમાં 176 મુસાફરો હતા,અને આ વિમાન ને હાઇજેક કરી ને અફઘાનિસ્તાન ના કંદહાર માં લઇ જવા માં આવ્યું,આતંકવાદી ઓં ની માંગ હતી કે ભારત માં કેદ મુસ્તાક અહેમદ ઝરગર,અહેમદ ઓમર સઈદ શેખ,અને મૌલાના મસૂદ અઝહર કે જેને ભારત માં કેદ કરવા માં આવેલ એણે છોડી દેવા માં આવે,ભારત સરકાર એ વાત માની પણ ગઈ અને ૩૧/૧૨/૧૯૯૯ ના રોજ એ ત્રણેય આતંકવાદી ઓ ને તે સમય ના વિદેશ મંત્રી જ્સ્વન્ત્સિંહ અને અજીત ડોભાલ એ ત્રણેય આતંકવાદી ઓ ને કંધાર મુકવા પણ ગયા,એ સમયે અટલ બિહારી વાજપાઇ ની સરકાર હતી.
હવે વાત આવે છે આ સ્ટોરી ના હીરો ની....
જયારે આ પ્લેન હાઇજેક કરવા માં આવ્યું ત્યારે આતંકવાદી ઓ સાથે મારામારી માં 5 પેસેન્જર ઘાયલ થયા અને એક યુવાન નું મૃત્યુ થયું,એ યુવાન નું નામ હતું રૂપીન કટયાલ.
જી હા એ યુવાન એ આતંકવાદી ઓ સામે મારામારી કરી ને હાઇજેકિંગ ને નિષ્ફળ બનાવવા નો પ્રયાસ કરેલો,બાકી ના બધા જ માયકાંગલા પેસેન્જરો એ બેઠા બેઠા આ બધો તમાસો જોયો.રૂપીન કટયલ અને એમના પત્ની કે જેમના લગ્ન થોડા દિવસો પેલા જ થયા હતા,એ પોતાનું હનીમુન માનવી ને પરત ફરતા હતા. રૂપીન કટયાલ ની આતંકવાદી ઓ દ્વારા નિર્મમ હત્યા કરી દેવા માં આવી....
આજે પણ એમના પિતા સી.પી.કટયાલ ને એમના બહાદુર દીકરા ની હત્યા કરનાર લોકો ને સજા મળશે એની રાહ જોઈ ને બેઠા છે.... રૂપીન કટયાલ ના પત્ની રચના કટયાલ ને એમને દીકરી બનાવી ને એમના બીજા લગ્ન પણ કરી દીધા,આજે રચના કટયાલ એર ઇન્ડિયા માં મેનેજર ના પદ ઉપર છે.
દુખ થાય છે કે આજે આ વીર ને કોઈ યાદ પણ નથી કરતું,જયારે બધા જ માયકાંગલા પેસેન્જરો ને ભારત માં લ્યાવવા માં આવ્યા ત્યારે એમનું હારતોરા થી સ્વાગત કરવા માં આવ્યું અને કોઈ જંગ જીતી ને આવ્યા હોઈ એમ સ્વાગત કરાયું એના બદલા માં આપડે ત્રણ આતંકવાદી ઓ ને છોડી દીધા....
મર્દ નો મહિમા નામર્દ નથી સમજતા,
સામી છાતીએ કાયર કદી યુદ્ધ નથી કરતા...
સલામ છે એ વીર ને ..... રૂપીન કટયાલ અમર રહો ......
(નીચે રૂપીન કટયાલ ની કેટલીક તસ્વીરો)