આજનો સમય બહુજ અદ્ભુત છે!
કપડાંઓની ફેશન, વાળની ફેશન આ બધી ફેશનો એટલી બધી વધી ગઇ છે કે આજ કોણ છોકરી ને કોણ છોકરો તેની જ સમજ જલદી નથી પડતી!
ને હવે તો ચાલવાની ને બોલવાની સ્ટાઇલ પણ હવે એક સરખી આવેછે...
બધી જ ચીજો એકમેક થવા લાગી છે.
કપડાં, વાળ, પગરખાં, બધુ જ એકબીજાને ચાલે તેવું બનવા લાગ્યુ છે.
ટુંકમાં આજના સમયે કોઇ પણ ચીજ આપણે ખરીદીએ તો કોઇપણ છોકરો કે છોકરી તે વાપરી કે પહેરી શકે છે.
ભારત દેશની પડોશમાં એક નાનો દેશ આવેલો છે જેનું નામ છે થાઇલેન્ડ..
આ દેશમાં ફોરેનના ખાસ કરીને યુરોપ દેશોના ધોળીયા લોકો ઘણા ફરવા આવેછે
કારણ કે આ દેશમાં તમને જે જોઇએ તે બધુ જ મળી રહેછે.
દારુ,જુગાર બીજી નશા કરવાની અનેક ચીજો કોઇપણ સમયે નજીવા ભાવે મળતી હોયછે.
આ દેશનું કેપીટલ શહેર બેંગકોક છે..પણ તેની બાજુમાં આવેલું સેકન્ડ શહેર નામે પટાયા છે..આ પટાયા શહેરમાં જે ગલીઓ છે તેને ઇંગ્લીશ ભાષામાં walking street કહેવામાં આવેછે આ ગલીઓમાં તમે જાવ તો આખી ગલીની બંન્ને બાજું દારૂના લાઇનબંધ બારો આવેલા હોયછે. તદ્ઉપરાંન્ત બોડી મસાજના પાર્લરો પણ સાથે સાથે હોયછે.
તો આ બાર તેમજ મસાજના પાર્લરો આગળ તમે જોશો તો એક રંગના યુનિફોર્મમાં સજ્જ તમને ચાર પાંચ કે તેથી વધું છોકરીઓ અર્ધ કપડાંમાં નખરાં કરતી ઉભેલી દેખાશે જે આવતા જતા લોકોને હાથથી જાતજાતના નખરાં કરીને અંદર આવવા માટે બોલાવતી હોયછે..ને જેવો કોઇ અંદર જશે એટલે તેની સાથે બેસીને ડ્રીન્ક કરતા કરતા અવનવા અડપલાં કરતીઓ હોયછે...
આમાં હરતા ફરતા ઘણા ભારતીયો પણ હોયછે જે ઘણા ટુંકા સમય માટે ફરવા ગયેલા હોયછે..તો ઘણા ત્યાં વરસોથી રહેતા લોકો પણ હોયછે.
આ બારોમાં ઘણી છોકરીઓ પણ હોયછે તો ઘણી છોકરીઓના વેશમાં લેડી બોય પણ હોયછે જે બહારથી રીયલી છોકરી જ દેખાતી હોયછે પણ તે છોકરી હોતી નથી તેને લેડી બોય કહેવામાં આવેછે એટલે ઘણા લોકો જોવામાં ને સમજવામાં ભુલ કરી દેતા હોયછે...
આ walking street આખી રાત ચાલતી હોયછે
લોકો તમને આવતા જતા દેખાતા હોયછે. માટે જેને કોઇપણ રીતે મજા કરવી હોય તો આ દેશમાં જઇ શકેછે..
અહીં ખાવું પીવું ને બીજુ ઘણુંબધું સહેલાઇથી મળી રહેછે તેથી જ અહિંયા ધોળીયા લોકો ઘણા જ જોવા મળે છે ને તેમાં વળી ઉંમરલાયક ધોળીયા તો વધું હોયછે
ટુંકમાં કહેવાનો સારાંશ એટલો જ છે કે અહીં આવા બારોમાં કોણ છોકરો ને કોણ છોકરી તે પારખવું ઘણું જ અઘરું હોયછે..કારણ કે અહિ છોકરીઓની સાથે સાથે કયારેક લેડી બોય પણ ભટકાઇ જાયછે..જે ઉપરના દેખાવે તો છોકરી દેખાય પણ કંઇક વધુ અલગ જ હોયછે.