Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઘડપણ*..આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય, સમજ શક્તિ ખીલતી જાય, પહેલાં ..નાની વાતો ઉપર ઝગડાનું સ્વરૂપ લેતા હતા, આજે.. દલીલોને હસવામાં કાઢી નાખીએ છીએ.સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે...

સતત એક બીજાને બીક લાગે છે...કે, કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી..
*બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ.*

પતિ...પત્ની ના સંબંધોમાં નિખાલસતા આવતી જાય.. જીતવા કરતા હારવામાં મજા આવતી જાય...દલીલ કરવા કરતાં..મૌન રહેવામા મજા આવતી જાયજેમ જેમ એક બીજાના શરીર પ્રત્યેના આકર્ષણ ઓછું થતું જાય અને પ્રભુ પ્રત્યે ..નું આકર્ષણ વધતું જાય...

સમજી જાવ...ઘડપણ બારણે આવી ગયુ છે....

જે લોકો ઘડપણમા ફક્ત રૂપિયાનું જ આયોજન કરે છે....તે લોકો હંમેશા દુઃખી હોય છે અને બીજા ને પણ દુ:ખી કરે છે...
*તેઓ ઘડપણમા મંદિર કે બાગ બગીચામા જવાનુ આયોજન નથી કરતા ..પણ બેંકમા પાસ બુક ભરવાનું આયોજન પહેલેથી કરી રાખે છે...તેમની જીંદગી બેન્ક અને ઘર વચ્ચે જ ખલાસ થઈ જાય છે...*

ઘડપણમાં લેવા કરતા છોડવાની ભાવના, કટાક્ષ કરવા કરતા પ્રેમ ની ભાષા... સંતાન હોય કે સમાજપૂછે એટલાનો જ જવાબ.. આપતા થશો ત્યારે ઘડપણની શોભા વધી જશે..

તમારી નિખાલસતા, આનંદી સ્વભાવ અને જરૂર લાગે ત્યારે તટસ્થ અભિપ્રાય..એ તમારી ઘડપણ ની પહેચાન છે...*

મેં છાપામા ધ્યાન કેન્દ્રિત કર્યું..ત્યાં જ દીકરીનો ફોન આવ્યો.....સેવા પુરી થઈ ગઇ હતી....પત્નીએ પોતે બનાવેલ સિદ્ધાંતો મુજબ હસી -ખુશી..ની વાતો.. કરવાની
કોઈ ની પંચાત સાંભળવાની નહીં ..કે પોતે કરવાની નહી.. તબિયતની પુછા કરી...પછી..ફોન મને આપ્યો.

મે સ્વભાવ મુજબ સહેલી શિખામણ આપી..કીધુ બેટા ઘણા દિવસથી તું નથી આવી ..તારો ઘરે કયારે આવવાનો પ્રોગ્રામ છે.

દીકરી કહે ..."તમારા જમાઈને પૂછીને કહીશ" ..સારું બેટા.... જય શ્રી ક્રિષ્ના... કહી મે ફોન મૂકી દીધો....

પત્ની તમે પણ શું એને આવવું હશે ત્યારે આવશે... હવે પૂછવાનું બંધ . એ લોકો એમને ત્યાં આનંદ અને મસ્તીમાં જીવે છે, તો આપણે.. તે લોકોને યાદ કરી આપણો વર્તમાન શું કામ બગાડવો
લાગણી માટે યાચક ના થવાય

પત્ની હસતા હસતા બોલી..મારા જેવું રાખો..
આવો તો પણ સારું, ના આવો તો પણ સારું..
તમારું સ્મરણ તે તમારા થી પ્યારું..

*પંખીને પાંખો આવે એટલે ઉડે...ઉડવા દો...કોઈ દિવસ માળો યાદ આવશે ત્યારે આવશે...પણ ત્યારે માળો ખાલી હશે...*
પત્નીની આંખમા પાણી હતા...પણ જીંદગી જીવવાની જડ્ડી બુટ્ટી તેણે શોધી લીધી હતી...

તરત જ મન મક્કમ કરી બોલી લો ચા પીવો..અને નાહી લો...આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે...મંદિરે જવાનું છે..

*એક માં બાપ જ દુનિયામા એવા છે..કે તે કદી પોતાના સંતાનની ખોડ..ખાપણ..ને નજર અંદાજ કરી, અવિરત પ્રેમ કરે છે...*

એકલા છીએ એટલે જ શાંતિ છે.... રોજ.. રોજ.. દીકરા વહુના મૂડ પ્રમાણે ચાલવું એના કરતાં એકલા રેહવું સારું...આપણી જરૂરિયાત પણ કેટલી....?* રોજ કિલો શાક સમારીને આપો, તો પણ વહુ તો એમજ સમજે કે .. *ઘરડા માણસથી કામ શું થાય?*

ગઈ કાલે દીકરીનો પણ ફોન હતો..તે પણ રજાની મુશ્કેલી છેજમાઇ રાજ પણ આવું જ કેહતા હતા

પત્ની કહે ..બધાય પ્રવૃતિશીલ છે અને આપણે બન્ને જ નવરા છીયે
*દીકરાને વહુ લઈ ગઈ...અને દીકરી ને જમાઇ રાજ...*
આપણે તો હતા ત્યાં ને ત્યાં

, પિકચર જોવા જઈએ...
કયું પિકચર જોવું છે પત્ની બોલી.

ચલ હવે ટેકો કર તો ઉભો થઇ શકીશ આ પગ

એટલું જ બોલી
મેં હું ના
હું ફરીથી જાણે ૨૫ વર્ષ નો નવ જુવાન થઈ તેવી તાકાત તેના શબ્દોએ.

Gujarati Blog by Kavita Gandhi : 111120175
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now