જીવનમાં આપણને ઘણા એવા શબ્દો પણ સાંભળવા મળે છે જેવાકે માનવતા, સેવાભાવી, પરોપકારી, તેમાં એક બીજો શબ્દ પણ હોયછે તે છે ઇમાનદારીનો.
હા આજે વાત કરવી છે એક ઇમાનદાર દિલીપભાઇની...
સુરત શહેરમાં રહેતા બિહારી એક દિલીપભાઇ જે સાળીઓના શોરૂમમાં સામાન્ય નોકરી કરેછે...તેમનો પગાર કદાચ દશ હજાર હોય કે વધું પંદર હજાર હોય પરંતું આટલા પગારમાં સુરત જેવા વૈભવી શહેરમાં રહેવું એ કદાચ ના પણ પરવડે..પરંતું આ દિપકભાઇ પોતાના નાના પરિવાર સાથે કરકસરથી પણ પોતાનું ઘર સામાન્ય રીતે ચલાવી શકેછે.
એક દિવસ કોઇ એક સમયે તે ઘેરથી નીકળી ને પોતાની નોકરીએ જતા હતા ત્યારે અચાનક રસ્તામાં એક કચરાપેટીની બાજુમાં પડેલી એક સામાન્ય થેલી ઉપર તેમની નજર પડી..પણ તેમને એમ કે અંદર કોઇ મોબાઇલ જેવું કદાચ હશે બસ તરત તેઓ ઉભા રહી ગયા ને પેલી થેલી હાથમાં લઇ ને અંદર જોયું તો તેઓ જોઇને અચાનક ડઘાઇ જ ગયા! અંદર બે હજારની નવી નોટના બંડલો હતા એટલે કે પુરા દશ લાખ રુપિયા...!
તુરંત તેઓ લઇને પોતાની દુકાને ગયા ને તેમને તેમના શેઠને આ બધી વાત કરી કે આ રીતે મને આવા પૈસા મળ્યા છે!
શેઠે કહ્યુ સારુ સારુ આ પૈસા તારા ઘેર લઇ જા જેના હશે તેની આપણને પછી ખબર પડશે ને આપણે તેમને આપી પણ દઇશું.
દિલિપભાઇ પેલી થેલી પોતાને ઘેર લઇ ગયા ને ઘેર જઇ ને પોતાની પત્નીને બધી વાત કરી કે આજે મારી આમ થયું!
બસ પછી તો બે દિવસમાં વાયુ વેગે આજુબાજુ રહેતા દરેક જણ ને ખબર પડી ગઈ કે દિલીપભાઇને આવી રીતે દશ લાખની થેલી રોડ ઉપરથી મળીછે...આ વાત છેક ત્યાંના નજીકના પોલીસ સ્ટેશને પણ પહોંચી ગઇ તરત પોલીસનો સ્ટાફ ગાડી લઇને પેલા દિલીપભાઇને ઘેર પહોચી ગયો...પછી પોલીસે તેમની પુરી પૂછપરછ કરી કે તમને કોઇ દશ લાખની થેલી મળી છે! ને કયાંથી મળી છે! તુરંત દિલીપભાઇએ હા પાડી ને બનેલી સગડી વાતચીત કરી કે મને આ રીતે આ થેલી મળી હતી...બસ તરત તેમને પેલી થેલી પોલીસ અધિકારીઓના હાથમાં સુપ્રત કરી...
આ બાજુ પોલીસ સ્ટેશનમાં જેના પૈસા ખોવાઇ ગયા હતા તેમને પોલીસ ફરિયાદ અગાઉથી લખાવી જ દીધી હતી એટલે તુરંત તેમને કોન્ટેકટ કરતા તેઓ પોલીસ સ્ટેશને હાજર થયા ને પોલીસે બધી વાત કરી કે તમારી થેલી આ ભાઇને આવી રીતે મળેલછે પછી જરુરી કાગડીયા કરી ને પુરા પૈસા પોલીસે પાર્ટીને આપી દીધા આમ પુરા દશ લાખ પાછા મળ્યાનો પાર્ટીને એક સંતોષ પણ થયો..
બસ તે ખુશી સાથે પેલી વ્યકતીએ દિલીપભાઇને રોકડા બે લાખ ઇનામ પેટે આપી દીધા.
પૈસા ખોવાયાની ફરિયાદ પછી પોલીસે પણ બે દિવસ સુધી ઘણી જ મહેનત કરી હતી..અંતે પોલીસની મહેનત રંગ લાવી તેમજ પાર્ટીને પોતાના પૈસા પરત મળ્યાનો આનંદ થયો ને દિલીપભાઇએ જે ઇમાનદારી બતાવી તેના ઇનામ પેટે બે લાખ રુપીયા પણ મળ્યા.
આ છે દિલીપભાઇની એક સાચી ઇમાનદારી, તેમજ સાથે સાથે પોલીસ અધિકારીઓની મહેનત પણ છે.
આવા ઇમાનદાર દિલીપભાઇ પણ આપણા દેશમાં વસેછે ને આવી મહેનતું પોલીસ પણ આપણા ભારતની હોયછે
ગર્વ છે...આપણા ભારત દેશ ઉપર કે આવી વિરતા બતાવનારા પણ આપણા ભારતમાં વસેછે..?