વેજીટેબલ મીની ચીઝ પરાઠા
પરાઠા ની સામગ્રી
ઘઉં નો લોટ 2વાટકી
દહીં: 2 થી 3 ચમચી
મીઠું: સ્વાદ અનુસાર
ખાંડ :એક ચમચી
બેકિંગ સોડા અરધી ચમચી
તેલ 2થી 3 ચમચી
પાણી : જરૂર મુજબ
પરોઠા માં અંદર નો મસાલા ની
સામગ્રી:
કેપ્સીકમ: એક નંગ ક્રશ કરેલું
ગાજર: એક નંગ ક્રશ કરેલુ
કોબીજ: ૧કપ ક્રશ કરેલી
કોથમીર : જરૂર મુજબ
મીઠું સ્વાદ : અનુસાર
લાલમરચું :૧ ચમચી
ચાટ મસાલો: એક ચમચી
ચીઝ: જરૂર મુજબ
લીલું મરચુ એક નંગ ક્રશ કરેલું.
ટોમેટો સોસ:
સૌ પ્રથમ આપણે એક તાસ માં ઘઉં નો લોટ લઇસુ, તેમાં આપણે મીઠું ,બેકીંગ સોડા, દહીં, તેલ,ખાંડ, પાણી નાખી ને રોટલી નો સોફ્ટ લોટ બાંધવાનો છે.
તેને 20 મિનીટ માટે ઢાંકી ને મૂકી દઈશું.
એક બીજા બાઉલ માં આપણે ગાજર, કોબીજ, કેપ્સીકમ લીલાં મરચાં, , કોથમીર , આ બધું લઈને ધોઈને લૂછીને પછી બધું એક દમ ઝીણું ક્રશ કરી દેવાનું છે. બઘું મીક્ષ કરીને અંદર મીઠું થોડુંક નાંખવું , ચાટ મસાલો નાખવો, લીલું મરચું એક દમ ક્રશ નાખવું , લાલ મરચું નાખવું બધું એક દમ મીક્ષ કરી દેવું.
ઓરેસીયા પર રોટલી વણવી તેના પર ટોમેટો કેચપ થોડો લગાડવો ઉપર બનાવેલ મસાલો ભરવો 2 ચમચી ઉપર ચીઝ છીણી ને નાખવું પછી આખી રોટલી ચારે તરફ બંદ કરી દેવી, હલકા હાથ થી દબાવીને ઘીમે ધીમે
અટામણ આસ પાસ લગાવી ને હલકા હાથ થી રોટલી વણવી પછી ગેસ ચાલું કરીને નોનસ્ટિક ના તવા પર તેલ ચોપડી ને પરોઠા ને શેકવો , ગેસ ધીમો રખવો, આગળ પાછળ તેલ લગાવતા જવું કાંચી ના રહે તે રીતે શેકવો તેલ પણ થોડું થોડું લગાવતા જવું ગોલ્ડન બ્રાઉન પરોઠા શેકી દેવો પછી પ્લેટ માં કાડી દેવો.
તમને જે આકાર ગમતો હોય તે આકાર ના પરોઠા બનાવી શકાય છે. આ વેજીટેબલ ચીજ પરાઠા તમે કોઈ પણ ચટની, અથાણાં, ચા, દહીં સાથ ખાઇ શકાય છે. બાળકો ને ટિફિન માં પણ શેપ વાળા પરોઠા આપી શકાય છે.