છેલ્લા છ મહિનાથી રેગ્યુલર કેશવે જ્યોત્સનાને કન્વીનસ કરવા દરેક કોશીશ કરી લીધી. આજે સવારે જ 'કલ હો ના હો' મુવી જોઈ કેશવનો મેરેજ પ્રપોઝ સ્વીકારવા નક્કી કરી જ્યોત્સના કેશવના ઘરે મળવા દોડી ગઇ. ઘર બહારની ભીડ ચીરતા જ્યોત્સના કેશવનો મળવા પહોંચે છે, ત્યાં જ ઘર અંદરનું દ્રશ્ય જોઈ તે ઢળી પડી. આસપાસ ટોળામાં ગણગણાટ સંભળાયો, "ખબર નહીં શેની ચિંતા હશે...આટલી નાની ઊંમરમાં હાર્ટ એટેક..!!" ટોળામાં કોઈના મોબાઇલની રીંગટોન વાગી..'હર પલ યહાં જી ભર જીઓ...જો હૈ સમાં કલ હો ના હો..!'
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)