"અરે સાંભળો છો....આજે કેમ ઉઠવું નથી.?? તમારી ઑફિસે જવા મોડું થાય છે, તમારી સ્પેશિયલ ચ્હા તૈયાર છે, બાથરુમમાં ટોવેલ પણ રાખ્યો છે...તમારી બેગ અને શોકસ અને શૂઝ પણ રેડી જ છે...અને સાંભળો છો...સાંજે વહેલા....." અચાનક ખાલી રુમમાં દિવાલ પર લટકાવેલ હાર ચઢાવેલા ફોટા તરફ ધ્યાન જતા જાહનવીના શબ્દ ગળે ડૂમો ભરાઈ અટકી ગયા...તેનું મન માનવા જ તૈયાર ના હતું કે મયુર હવે...!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)