સાચવી રાખેલી હતાશાની ચાવી આજે જાણીજોઈને ખોવાઈ ગઈ ,
એટલે આજે મેં મને જ પૂછી લીધું !
શું તોડી નાખું આ મજબૂરીનું તાળું ??
અંદરથી કોઈક બોલ્યું,
થોડુંક ચરચરાટ થાશે આરી જેવું ને બંધ કમાડને ખોલતો કીચૂડ કીચૂડ ચચરાટ કરતો સાદ !!
હરપળ ભાવસભર ઉંજણ કરતી રહેજે ,
પછી માણજે મસ્ત મજાની જિંદગીનો આસ્વાદ .
~Damyanti Ashani