"પણ જમનાનાં બાપુ, ક્યાં ઇ ઢાંઢા જેવો છોકરો, ને કયાં આપણી નાનકડી જમના..!" બીતા બીતા ભૂરી પતિને બોલી.
"તું રાં.... ઇ છપેતરા કર માં, મેં જે કીધું ઇ જ થાહે, એક અડબોથમાં દઈશ ને તો..." પાંજરામાં રાખેલા પારેવડાને દાણા આપતા લખુભા બરાડયો. અડબોથમાં ખાવાની ફિકર વગર ઇ રાતે પિંજર ખોલી કેદ પારેવડા ઉડાડી મૂક્યા..! કાલે કોઢીના ઘા પણ હવે મીઠાં લાગશે..જમના તો હવે કાયમ સુખી....
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)