... યાદ સતાવે છે મને તારી,
કહીં શકું ન કેટલી...
કે કાગળ અને કલમ લઈને,
લખવા બેઠી એકલી!!!
શોધું તને હું આરે ને દ્વારે,
અહીં તહીં હું ફરતી...
મળ્યો મને તું દિલના દ્વારે,
જ્યાં મેં રાખી ખડકી!!!
ખડકી ખોલીને ઉભી ઉભી,
હું તને નિહાળતી...
મીઠું મીઠું તું મલક્યો અને,
હું રહી ગઈ મરતી મરતી!!!
મલકાટ બન્યો શ્વાસ મારો,
ને હું થઈ ગઈ જીવતી...
જીવ આવ્યો ને આંખો ખોલી,
ને ફરી થઈ ગઈ હું એકલી!!!