મારા જનમનો હેતુ...
જન માનસમાં સંબંધોની સોડમ
ફેલાવતા જવું છે,
આ અનંત શ્રુષ્ટિમાં અખંડ જ્યોત
જલાવતા જવું છે,
મારા જનમનો હેતુ આમ જ
સિદ્ધ કરતા જવું છે..!!
પ્રારબ્ધ થકી બધી અડચણોથી
પર થઈ જવું છે,
વિધિના વિધાન પણ બદલવા પડે એવા
કામ કરતા જવું છે,
મારા જનમનો હેતુ આમ જ
સિદ્ધ કરતા જવું છે..!!
સ્વ સુધારથી સમાજ સુધારની રીત
શીખવતા જવું છે,
દેશ પ્રેમની વાતો નહીં પણ સાચી દેશદાઝ
જગાવતા જવું છે,
મારા જનમનો હેતુ આમ જ
સિદ્ધ કરતા જવું છે..!!
અંત હું, આરંભ હું એ સમજી નિજાનંદ
બનતા જવું છે,
અહં બ્રહ્માસ્મિ એ વાતને માનસમાં
સ્થાપિત કરતા જવું છે,
મારા જનમનો હેતુ આમ જ
સિદ્ધ કરતા જવું છે..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...