તારી સખી બનવું મને ગમ્યું હતું..!!
તારું હર્ષિત મુખડું જોઈ
મન મારું તારા સ્નેહમાં દોરાયું હતું,
ધર્મ રક્ષા કાજે તેં મને
સખીપણાનું સન્માન આપ્યું હતું,
એટલેજ...
તારી સખી બનવું મને ગમ્યું હતું..!!
મન પારખીને તેં મારું
પાર્થ સાથે મને જોડી હતી,
નવયુગના સર્જન કાજે તેં મારી
યોગ્યતા જાણે સમજી હતી,
એટલેજ...
તારી સખી બનવું મને ગમ્યું હતું..!!
વસ્ત્રાહરણ જોઈ મારું
મારા સૌ નત મસ્તક હતા,
વહારે આવીને તેં મારું
સ્વમાન ઘટતું અટકાવ્યું હતું,
એટલેજ...
તારી સખી બનવું મને ગમ્યું હતું..!!
આજીવન પામી સાથ તારો
મારું જીવન ધન્યતા પામ્યું હતું,
પાર્થના હાથે સન્માન અપાવી
ધર્મ સ્થાપના કરાવી હતી,
એટલેજ...
તારી સખી બનવું મને ગમ્યું હતું..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...