કોઈએ અમસ્તું પૂછી લીધું મને કે...
"કોણ છે એ ?"
હતું મારું મુખ મૌન પણ હૃદયની હર ધડકન
માં શોર હતો...
" એ "એ" છે કે જેના માટે હું કંઈ નથી પણ
મારા માટે એ બધુજ..."
"એ "એ" છે કે મને હજારો માને છે પરંતુ હું માત્રને માત્ર 'એને જ ' માનું છું..."
" એ "એ" છે કે જેનો સમય સાચવવા મેં કદી મારું સમયપત્રક જોયું નથી..."
હવે કરીલો તમેજ કલ્પના કે...
મારા માટે "એ" શું હશે...???
"એ"... કેવી હશે...!!!
અને કેવું હશે એનું વ્યક્તિત્વ...!!!
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ એપ્લિકેશનમાં મુકવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... નીચેની લિંકથી...
https://goo.gl/eG8aKD