સાયબી (મારે તો જોઈએ...)
નથી જોઇતી મારે દુનિયા પર રાજ
કરવાની સાયબી,
મારે તો જોઈએ તારા હૃદય પર રાજ
કરવાની સાયબી..!!
નથી જોઇતી મારે આ સંસારની
કોઈ સાયબી,
મારે તો જોઈએ આપણા સુખી
સંસારની સાયબી..!!
નથી જોઇતી મારે કોઈ મોટા
મહેલની સાયબી,
મારે તો જોઈએ એક સપનાના
ઘરની સાયબી..!!
નથી જોઇતી મારે અંત પછી
સ્વર્ગની સાયબી,
મારે તો જોઈએ તારી સાથે સાત
જનમની સાયબી..!!
શેફાલી શાહ