તું સાથે હોય તો...
તું સાથે હોય તો આ રસ્તો પણ નાનો લાગે,
ભલે હોય લાખ પત્થર તોય સફર મજાનો લાગે..!!
જીવનની રીત પણ પછી મને શાણી લાગે,
આ અટપટી રીતમાં પણ પ્રીત કોઈ પુરાણી લાગે..!!
ભગવાનની હવે રીસ થોડી ઓછી લાગે,
એમની નિયત પણ હવે મને જણાતી લાગે..!!
મંઝિલની તલાશ થોડી વ્યર્થ લાગે,
જીવનનો તું જ હવે એક અર્થ લાગે..!!
Shefali Shah