હું નહીં બનું જોગણ...
હું નહીં બનું મીરા ની જેમ જોગણ
તારા પ્રેમમાં,
હું તો નીભાવિશ અનોખી પ્રીત
રહીને આ સંસારમાં..!
હું નહીં ફરું દર દર ભટકતી
તારી જ તલાશમાં,
હું તો રહીશ આ જ સંસારમાં
માનમાં ને મોભમાં..!
હું નહિ ગાઉં કોઈ ગીત કે ભજન
તારા વિરહમાં,
હું તો રહીશ મસ્ત આપણી મધુર
યાદોની સંગાથમાં..!
હું નહીં ઘુમુ બની કોઈ જોગણ કે
વિજોગણ આ સંસારમાં,
હું તો નિભાવી જઈશ પ્રીતની અલગ રીત
આ સંસારમાં..!