Gujarati Quote in Good Morning by ધબકાર...

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે પણ યાદ છે...

આજે પણ યાદ છે તારી અને મારી વાતો,
એ હીંચકે ઝૂલતા આપણી બની હતી યાદો.

આપની પહેલી મુલાકાત હતી,
આંખોમાં શરમની ચાસ હતી.
એક એક પળ જાણે ખાસ હતી,
કશ્મકશ પણ જાણે સાથ હતી.

હૈયું જોરથી ધડકતું હતું,
વાત કરવા મન તડપતું હતું.
ગાલો માં શરમના શેરડા હતા,
મનમાં અવનવા ઓરતા હતા.

તારામાં હું ખોવાતો જતો હતો,
મારા તું ભળતી જતી હતી.
પ્રશ્ન એક મનમાં ઊઠતો જતો હતો,
જવાબની રાહમાં ધડકન ચૂકતો હતો.

એવામાં હોઠો એ આપ્યો સાથ હતો,
પૂછાઈ ગયો એક ખાસ સવાલ હતો.
તેવામાં તારી આંખો શરમથી ઢળી હતી,
મળેલા જવાબમાં તારી સ્વીકૃતિ મળી હતી.

*****

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Good Morning by ધબકાર... : 111067823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now