એ બસ કરતી જ ગઈ...!!!
અસહ્ય વેદના આપવા છતાં ભળતી ગઈ,
સહજીવન નો અર્થ સમજાવતી ગઈ,
હાથમાં રાખી હાથ પ્રાણ પુરતી ગઈ,
આલિંગનમા મને સહજ સમાવતી ગઈ.
ફરી નવી યાદો જોડાશે એવું કહેતી ગઈ,
લાંબા સફરની યાદગાર બનાવતી ગઈ,
પ્રભુ ચરણોમાં મને પ્રભુ સમ માનતી ગઈ,
ભાણા ના દરેક કોળીયે સ્નેહ વેરતી ગઈ.
આવી એક એક વાત મને શરમાવતી ગઈ,
મારામાં રહેલ અમાનુષ મને બતાવતી ગઈ,
છતાં ઇશ્વર સમ સન્માન મને આપતી ગઈ,
નથી સમજાતું.! એ કેમ આમ કરતી ગઈ.?
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...