હવે કંઈ જ ફરક પડતો નથી .....
વેદના ઘણી જ હદયે હતી પણ સંવેદનાથી ,
મનથી હવે કંઈ જ ફરક પડતો નથી ....
મારી આ હાલતની જવાબદાર હું ખુદ
માટે હવે કંઈ જ ફરક પડતો નથી ....
હતો કાયમ મોતનો સહેજ ડર ભીતર ,
નથી રહ્યો એ માટે હવે કોઈ ફરક પડતો નથી ...
ખારો સમંદર ભર્યો નયને મેં જયારથી ,
અશ્રુઓથી હવે કોઈ ફરક પડતો નથી ...
હતી ચાહ ઘણી પંખી બની આભલે ઊડવાની ,
કપાઈ પાંખો મારી હવે કોઈ ફરક નથી પડતો ...
છે મર્મ જિંદગીનો ભેદી ના ઉકેલી શકાય ક્યારેય ,
હવે મરજી તારી રહેશે માટે હવે કોઈ ફરક નથી પડતો ...