આભમાં સવાર આવી,
વધુ એકવાર આવી,
હતા અંધારામાં અંધ
હવે ફરી આંખો આવી,
ઉડયાં શમણાં આકાશે
એને પણ પાંખો આવી,
સુરજ પણ ફરી ચમકયોં
આભમાં નવી રંગોળી બનાવી,
સુતા રહેવું કે જાગી જવું
છે નિર્ભર આપણી ઇચ્છા પર
એટલે જ ઇશ્વરે ઇચ્છા જગાવી,
આભમાં સવાર આવી,
વધુ એકવાર આવી.....
(photo-bharat)