યોગેશ્વરોએ યોગ-તપથી રેડ્યાં સંસ્કૃતિના જળ !
ત્યાં સંસ્કારોની નદીઓ વહેવાં લાગી ખળખળ ...
યોગેશ્વરોએ યોગ-તપથી રેડ્યાં સંસ્કૃતિના જળ !
ગીતા,ભાગવત ને પુરાણોમાં કેટલું'ય પડ્યું જ્ઞાન !
કામ-કાજથી પરવારીએ ! તો ને આપીએ ધ્યાન !
જીવન જીવીએ વેદો વાળું તો મળશે મીઠાં ફળ...
યોગેશ્વરોએ યોગ-તપથી રેડ્યાં સંસ્કૃતિના જળ !
માનવ સઘળું ભેગુ કરતો અપનાવે ભૌતિકવાદ !
સ્વાર્થી એવા મોર્ડન વર્લ્ડમાં આવે પ્રભુનો નાદ ?
આ માનવને ઘેરી રહી છે પશ્ચિમી સાંકળ ...
યોગેશ્વરોએ યોગ-તપથી રેડ્યાં સંસ્કૃતિના જળ !
ધાર્મિક પરમાર 'ધર્મદ
( કવિ , બાળસાહિત્યકાર )
( મુંબઈ )