શબ્દોનાં વહેણમાં,
લાગણીઓની ભિનાશ છીનવાઇ ગઇ.
ફક્ત ખાલી પાંદડા રહ્યાં,
સુગંધ બધી ઝીલાઇ ગઇ.
ઝાકળભર્યા આભમાં ફક્ત ધુમ્મસ રહ્યું,
પાણી તો હવાની લહેરમાં ઓસરી ગયું.
સુરજ તો આજે પણ એટલુંજ અજવાળું આપે છે,
સિમેન્ટનાં જંગલમાં એની રોશની છુપાઇ ગઇ.
આંખોમાં ફક્ત કાજળ રેલાયું,
અમી તો પાંપણનાં પાલવમાં ખોવાઇ ગઇ.
સંબંધો તો બસ નામનાં જ રહ્યાં,
સાથ તો સમયની સાચવણમાં ઓજલ થયો.
બસ...શબ્દો-શબ્દો ની રમત છે આતો,
જાત તો દુનિયાદારી માં વિખાઇ ગઇ.
-- Shital Goswami (Krupali)
-- Rajkot