તું જ મારી છે ગઝલ ને તું જ મારો શેર છે,
તું જ છે મારા હ્ર્દયમાં તું સરાજાહેર છે.
એક તું છે સાથ તો છે જિંદગી રોશન ઘણી,
તું ન હો તો ચોતરફ ભાસે મને અંધેર છે.
સાંજ વરસાદી બને ને રાત રઢિયાળી બને,
સંગ તારો જો મળે બસ રોજ લીલા લે'ર છે.
હાથમાં લઇ હાથને ફરતી રહું એ એષણા,
સાથ જો છૂટે અગર તો જીવવું પણ ઝેર છે.
આમ તો ભૂતકાળ મારો ભવ્ય છે એ સત્ય છે,
પણ જશે જો દૂર તું તો આયખું ખંડેર છે.
નીતા..'રૂહ'