શીર્ષક: પડઘાનો ન્યાય
જેવું વાવશો આ જગતમાં, તેવું જ પાછા લણશો,
પ્રેમ આપશો તો પ્રેમ મળશે, ઘા કરશો તો હણાશો.
અરીસામાં જેવું હસશો, તેવું સામે પામશો,
આગ લગાડશો બીજાના ઘરે, તો તમારું ઘર બાળશો.
માન દઈને બોલાવશો, તો માન મોટું પામશો,
તુકારો દઈ તોછડાઈ કરશો, તો નફરત સામે હાથે પામશો.
ખાડા ખોદશે જે કોઈ અન્ય કાજે, તે જ તેમાં પડશે,
છળ-કપટના ખેલ રમનારા, છેલ્લે પોતે જ રડશે.
કાંટા વાવીને રસ્તા પર, ફૂલની આશા ના રાખવી,
કડવી વાણી બોલ્યા પછી, મીઠાશ ક્યાંથી ચાખવી?
સીધો-સાદો હિસાબ છે, નથી કોઈ તેમાં ભેદ,
‘જેવા સાથે તેવા’ થાતાં, "સ્વયમ્'ભૂ" મટી જાય સૌ ખેદ.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"