મારી જિંદગી પર તમારી એવી અસર છે,
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,
મારા માટે આખી દુનિયા તમે છો !!
જયારે તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ ગમવા લાગે !!
મારું-તમારું આપણું બની જાય,
તેનું નામ પ્રેમ. !!
દરેક સંબંધને કોઈ નામ આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે !!
ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!
કાચી લાગણીથી બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે !!
પ્રેમ એટલે બે દિલ એક આત્મા,
અને બંન્ને એકબીજા માટે પરમાત્મા !!