સમજણ અને સંતોષ 🌿 – Komal Mehta
જે મળ્યું છે એની કદર જો કરતા થઈ ગયા,
તો સમજી લો — તમે જીવનને સાચે જીવતા થઈ ગયા.
ખબર છે કે મૃત્યુ પછી કોઈ વસ્તુ સાથે નહીં લઈ જવાય,
સાથે આવશે તો માત્ર સારા કર્મો જ.
પણ જો આ સમજાઈ ને પણ મન સમજે નહીં,
તો સમજી લો કે જીવન તમારું વ્યર્થ ગયું છે.
જીવનનો હેતુ શું?
ધન કે દંભ નહીં —
પરંતુ મનની શાંતિ, સમજણ અને સંતોષ.
સમજણ હોય ત્યાં સંતોષ ફૂલની જેમ ખીલે છે,
અને જ્યાં સંતોષ ખીલે, ત્યાં જીવન સુગંધિત બને છે. 🌸