જીવનને સમજતા અને ખુદને સમજાવતા,
કેટલા ઉતાર-ચઢાવ આવ્યા અને ગયા,
પણ હું અડગ રહી…
ખુદનું ચિંતન કરતા સમજાય છે કે,
જે જીવી લેવાનું છે —
એ તો માત્ર આ ક્ષણમાં જ છે.
મનને હવે જીવનથી કોઈ અપેક્ષાઓ નથી,
મનને હવે કોઈ મહત્વાકાંક્ષા નથી,
મન હવે સાવ કોરા કાગળ જેવું છે —
જે પર લખવાનું છે,
ફક્ત શાંતિ અને સંતોષનું અધ્યાય.
નવા અધ્યાય માં હું શું લખું